[go: up one dir, main page]

લખાણ પર જાઓ

સપ્ટેમ્બર ૨

વિકિપીડિયામાંથી

૨ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૬૬૬ – લંડનમાં લાગેલી ભીષણ આગમાં ઓલ્ડ સેન્ટ પોલ કેથેડ્રલ સહિત ૧૦,૦૦૦થી વધુ ઇમારતો નાશ પામી.
  • ૧૯૩૪ – ગુજરાતના એકમાત્ર યહૂદી ધર્મસ્થાન મેગન અબ્રાહમ સિનાગોગનું બાંધકામ પૂર્ણ થયું.
  • ૧૯૪૫ – જાપાનની શરણાગતિ સાથે બીજા વિશ્વયુદ્ધનો અંત.
  • ૧૯૪૬ – ભારતમાં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અંતરિમ સરકારની રચના કરવામાં આવી.
  • ૧૯૬૦ – તિબેટની પ્રથમ ચૂંટણી. તિબેટિયન સમુદાય આ તારીખને લોકશાહી દિવસ તરીકે ઉજવે છે.
  • ૧૯૭૦ – નાસાએ ચંદ્ર પરના બે એપોલો મિશન, એપોલો ૧૫ અને એપોલો ૧૯ ને રદ કરવાની જાહેરાત કરી.
  • ૨૦૦૯ – ભારતના આંધ્રપ્રદેશના કુર્નૂલથી ૪૦ નોટિકલ માઇલ (૭૪ કિમી) દૂર રુદ્રકોંડા હિલ નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીનું અવસાન થયું.
  • ૧૯૧૬ – ડૉ. રમણીકલાલ દોશી, નેત્રયજ્ઞ અને ક્ષયનિવારણ નો ભેખ ધારણ કરનાર ગાંધીવાદી ચિકિત્સક
  • ૧૯૧૮ – ચુનીલાલ વૈદ્ય, જાણીતા ચળવળકાર અને ગાંધીવાદી (અ. ૨૦૧૪)
  • ૧૯૪૧ – સાધના, ભારતીય અભિનેત્રી (અ. ૨૦૧૫)
  • ૧૯૬૯ – વિહંગ એ. નાઈક, ગુજરાતી કવિ, અનુવાદક, અધ્યાપક
  • ૧૯૮૮ – ઇશાંત શર્મા, ભારતીય ક્રિકેટર
  • ૧૮૬૫ – વિલિયમ રૉવન હેમિલ્ટન, આઇરિશ ભૌતિકશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ (જ. ૧૮૦૫)
  • ૨૦૦૯ – વાય. એસ. રાજશેખર રેડ્ડી, (Y. S. Rajasekhara Reddy) ભારતીય રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૪મા મુખ્યમંત્રી (જ. ૧૯૪૯)
  • ૨૦૧૪ – ગૂલામ એસાજી વહાણવતી,(Goolam Essaji Vahanvati) ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૧૩મા એટર્ની જનરલ (જ. ૧૯૪૯)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]