ડિસેમ્બર ૨૦
Appearance
૨૦ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૭૧ – ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ૪૪ વર્ષની વયે પાકિસ્તાનના સૌથી યુવા પ્રમુખ બન્યા.
- ૧૯૭૩ – નવનિર્માણ આંદોલન: અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છાત્રાલયના ભોજન શુલ્કમાં ૨૦ ટકાના વિરોધમાં હડતાલ પર ઉતરી આવ્યા.
- ૧૯૮૫ – પોપ જહોન પોલ દ્વિતીયએ વિશ્વ યુવા દિવસની સ્થાપનાની જાહેરાત કરી.
- ૨૦૦૭ – એલિઝાબેથ દ્વિતીય યુનાઇટેડ કિંગડમના ઇતિહાસમાં સૌથી વયસ્ક ઉંમરના શાસક બન્યા, તેમણે ૮૧ વર્ષ અને ૨૪૩ દિવસ સુધી જીવિત રાણી વિક્ટોરિયાને પાછળ છોડી દીધા હતા.
- ૧૯૯૯ – મકાઉને પોર્ટુગલ દ્વારા ચીનને સોંપવામાં આવ્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૧૭ – શાન્તા ગાંધી, ભારતીય રંગભૂમિ દિગ્દર્શક, નૃત્યાંગના અને નાટ્યકાર (અ. ૨૦૦૨)
- ૧૯૨૭ – તનસુખરાય ઓઝા, ગુજરાતી કવિ
- ૧૯૩૩ – સુનીલ કોઠારી, ભારતીય શાસ્ત્રીય નૃત્યક્ષેત્રના મર્મજ્ઞ, ઇતિહાસકાર, લેખક તથા વિવેચક (અ. ૨૦૨૦)
- ૧૯૪૦ – યોસેફ મેકવાન, ગુજરાતી કવિ અને વિવેચક (અ. ૨૦૨૨)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૧૫ – ઉપેન્દ્રકિશોર રે, ભારતીય ચિત્રકાર અને સંગીતકાર (જ. ૧૮૬૩)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 20 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.