મશીન ગન
Appearance
મશીન ગન એક એવી બંદુક છે કે જે સ્વયમચલિત રુપે એક પછી એક અનેક ગોળીઓ છોડી શકે છે. તેને સબ મશીન ગન પણ કહેવામાં આવે છે. એ સામાન્ય રીતે કોઇ સ્ટેન્ડ પર લગાડીને અથવા હાથમાં જ રાખીને પણ પ્રયોગ કરવામાં આવે છે. આના વડે લાગલગાટ ગોળીઓ ચલાવવાના મુખ્ય બે પ્રયોગો છે. કેટલીક મશીનગન સીધો પીસ્ટનનો ઉપયોગ કરે છે અથવા તો ગેસથી ચાલતા પીસ્ટનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
પ્રથમ અને દ્વિતિય વિશ્વયુદ્ધમાં આ મશીન ગન તેની મારક શક્તિના કારણે સૈનિકોમાં ભારે પ્રચલિત થઈ હતી. કેટલાએ વૈજ્ઞાનિકો તેને યુદ્ધક્ષેત્રે ૧૦૦ વર્ષમાં થયેલા આવિષ્કારોમાં એક મહત્વપૂર્ણ આવિષ્કાર માને છે. [૧]